Infolinks in Text ads

Ads

દહેગામમાં સ્વચ્છતા અભિયાન કેટલુ સફળ કેટલુ નિષ્ફળ

દહેગામ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતા સર્વેક્ષણના અંતર્ગત ચલાવવામાં આવી રહેલા અભિયાનનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે દહેગામ નગરપાલિકા દ્વારા આ અભિયાન અંતર્ગત અનેકવિધ પગલાઓ લેવાયા છે તો જાહેરાત પાછળ પણ ખર્ચ કરાયો છે. દહેગામના ૫ જાણીતા ચહેરાઓ ને દહેગામના સ્વચ્છતાના બ્રાંડ એમ્બેસેડર બનાવવાથી લઈને રોજીંદી સફાઈ ઘરે ઘરે કચરાના ડબ્બાઓના વિતરણ સહીતના પગલાઓ તેમાં શામેલ છે ત્યારે આજે માય દહેગામની ટીમે દહેગામના ઔડા ગાર્ડન અને અન્ય વિસ્તારોમાં આ સ્વચ્છતા અભિયાનની હકીકત તપાસવા માટે તપાસ કરવાનુ નક્કી કરાયુ.

તપાસ અંતર્ગત માય દહેગામની ટીમે સવાર અને સાંજે બે ટાઈમ દહેગામના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ સ્વચ્છતાનો તાગ મેળવવાનુ નક્કી કરાયુ.  હતુ. અને તેના પછી ટીમ નીચેના તારણો પર પહોંચી હતી.

૧.  સવારના સમયમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી સફાઈ વખાણવા યોગ્ય. : સવારના સમયગાળામાં દહેગામના લગભગ તમામ રોડ રસ્તાઓ પર કરવામાં આવતી સફાઈ વખાણવા યોગ્ય છે સફાઈ કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપુર્વક તેમની ફરજ બજાવાઈ રહી હોવાની પ્રતિતી આપને સાંજના અને સવારના રોડની સરખામણી કરતા જ થઈ જશે આમ સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાના પહેરી એવા સફાઈ કર્મચારીઓને તેમની નિષ્ઠા માટે ધન્યવાદ આપવા રહ્યા.



૨. નગરજનોમાં સ્વયંભૂ જાગરુકતાની હજુ પણ તાતી આવશ્યકતા. : નગરજનોમાં સ્વયંભૂ જાગરુકતાની હજુ પણ તાતી આવશ્યકતા છે. સવારમાં ચોખ્ખા ચણાક થયેલા એસટી બસસ્ટેન્ડ અને અન્ય વિસ્તારો બપોર પડતા પડતા જ ગંદકીના શિકાર થવા લાગે છે. રસ્તા પર જ્યાં ત્યાં થૂંકી દેતા કે માવો ખાઈને કાગળ ફેંકી દેતા દહેગામવાસીઓને જ્યાં સુધી આ મારુ શહેર છે તેવી પ્રતિતી નઈ થાય કે ત્યાં સુધી દહેગામને સ્વચ્છ બનાવવાનુ સ્વપ્ન હંમેશા સ્વપ્ન જ રહેશે.


૩. સાંજના સમયે અથવા બપોરના સમયે એકાદ વખત સફાઈ કરવામાં આવે તો ઓડા ગાર્ડન વિસ્તારમાં વધુ સારો નજારો અનુભવી શકાય.ઔડા ગાર્ડન સહીતના વિસ્તારમાં સવારની જેમ જ જો સાંજે પણ એક વખત સફાઈ કરવામાં આવે અથવા તો ત્યાં કોઈ વ્યક્તિ ગંદકી ન ફેલાવે તેનુ ધ્યાન રાખવામાં આવશે તો આ વિસ્તારનો નજારો વધુ રમણીય બની શકે છે.



૪. ઔડા ગાર્ડનમાં મુખ્ય ગેટની આજુબાજુના વિસ્તારને કોર્ડન ઓફ કરી દેવાયો છે જેના લીધે ગાર્ડનનો ગાર્ડન તરીકેની છાપ ક્યાંક ખોવાઈ જતી દ્રશ્ય થાય છે અલબત આ કોર્ડન કરાયેલા ભાગમાં સ્વચ્છતા વખાણવા લાયક

૫. તળાવના પાણીની ગંધ અને મારી રહેલી દુર્ગંધ નિવારવા તરફ તદ્દન દુર્લક્ષ્ય સેવાઈ રહ્યુ છે જાણે કે નગરપાલિકા તળાવના પાણીને સાફ કરવામાં લાચાર છે અથવા તો તેના તરફ તેમનુ ધ્યાન જ નથી ગયુ એ જે પણ હોય તળાવમાં આવી રહેલુ ગટરનુ પાણી તેના પર તરતી લીલ અને જીવાતો ત્યાં સવારમાં એક્સરસાઈઝ કરવા આવતા લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી શકે છે.



૬. કેટલાક સમય અગાઉ બંધ રહેતી ફ્લડ લાઈટો એકાદ ફ્લડ લાઈટ છોડીને બાકીની હવે ચાલુ અવસ્થામાં છે.

૭. સ્વચ્છતા એપ દ્વારા નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરીયાદોના નિવારણ અને તેના પ્રત્યુતર માટે યોગ્ય કાળજી રાખવામાં આવી રહી છે.

૮. બજાર વિસ્તાર બસસ્ટેન્ડમાં હજુ વધારે સ્વચ્છતાની આવશ્યકતા રસ્તામાં ગમે ત્યાં કચરો ફેંકનાર પર કાર્યવાહી દ્વારા પગલા લેવાની જરુરીયાત.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લઈ રહેલા દહેગામની તૈયારીઓ બેશક જ પુરા ફોર્મમાં ચાલી રહી છે પરંતુ એ સતત ચાલુ રહે એ આવશ્યક છે સાથે જ દહેગામના નાગરિકો પણ સ્વચ્છતા માટે જાગરુક બને એ આવશ્યક છે સહુના સહિયારા અને સતત ચાલતા પ્રયાસોથી જ સ્વચ્છ દહેગામનુ સ્વપ્ન સાકાર થઈ શકશે.

Comments