Infolinks in Text ads

Ads

ઉંટડીયા મહાદેવ :



સમગ્ર દહેગામ અને આસપાસના વિસ્તારમાં નાના બાળકોની બાબરી ઉતરાવાના શ્રેષ્ઠ સ્થળ તરીકે જાણીતા આ સ્થળના ઈતિહાસના તાર મહાભારત ને અડે છે. વાત્રક નદીના કાંઠે આવેલુ મહાદેવના મંદીરનો પોતાનો ઈતિહાસ તો છે જ પરંતુ સાથે સાથે મહાભારતમાં દર્શાવાયેલુ હીડમ્બા વન એ સમયે વાત્રક નદીની આસપાસ સુધી હોવાનુ મનાય છે દહેગામની આસપાસનો વિસ્તાર પણ જે તે સમયે આ વનનો જ એક ભાગ હોઈ શકે.  આ જ વિસ્તારમાં પાંડવો દ્વારા તૈયાર કરાયેલો હવનકુંડ પણ આવેલો છે. જેમાંથી આજદિન સુધી રાખ નીકળે છે જેને નિહાળવા માટે તો આપે ઉંટડીયા મહાદેવની મુલાકાત લેવી જ રહી. હવે આટલો સમૃધ્ધ ઈતિહાસ ધરાવતા હોવા છતાં પણ જો તેનો ફાયદો ન લઈ શકો તો એ આપણી જ ખામી ગણાશે.




દહેગામમાં  આ ઉપરાંત નિલકંઠ મહાદેવ મંદિર, ઉત્કંઠેશ્વર મહાદેવ મંદીર, હાટકેશ્વર મહાદેવ, સિધ્ધેશ્વર મહાદેવના મંદિરો લગભગ ૧૦૦ વર્ષ જુનો પોતાનો વિશેષ ઈતિહાસ ધરાવે છે. આ મંદિરની જાળવણી કરી અને તેને પ્રવાસીઓ સાથે અવગત કરાવીને એક નવીન તકને વિકસીત કરી શકાય. અલબત આ સંભાવનાઓને વાસ્તવિક રુપ આપવા માટે અનેક પ્રયાસો આવશ્યક છે અને ઔડા ગાર્ડન જેવી સુવિધાઓ પણ જળવાતી નથી ત્યારે તંત્ર પાસેથી આ પ્રકારની અપેક્ષા રાખવી વધુ ગણાશે તેમ છતાં પણ સત્તાધીશો આ તરફ પગલા લેશે તો એ સરાહનીય ગણાશે.

Comments