
નવરાત્રી ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિના આ મહાપર્વમાં દરેક ગુજરાતી હોંશ અને ગર્વભેર જોડાય છે દહેગામમાં પણ આ વર્ષે નવરાત્રીના અનોખા રંગ જોવા મળ્યા. ગલી ગલી અને સોસાયટી સોસાયટીએ આ વર્ષે પણ લોકો મન મુકીને ઝૂમ્યા હતા. અમદાવાદની જેમ ભલે વિશાળ મેદાન કે પાર્ટી પ્લોટમાં ગરબા ન થતા હોય પરંતુ શેરી ગરબાઓ એ રંગ રાખ્યો હતો. શેરી ગરબામાં રમતી નાની વયના યુવક યુવતીઓ ના સ્ટેપ કોઈપણ મહાનગરના ગરબાઓને પાછળ છોડી દે તેવા હોય છે.

નવરાત્રીમાં રાત્રે ગરબાની સાથે સૌથી મહત્વપુર્ણ બાબત પેટપૂજા અર્થાત ખાણીપીણીની છે. સામાન્ય દિવસોમાં ૧૦-૧૧ વાગે બંધ થઈ જતુ દહેગામ ૨-૩ વાગ્યા સુધી જીવંત રહેતુ બની ગયુ. દહેગામ ગામમાં આવેલા ચોકમાં દર નવરાત્રીની જેમ આ વખતે પણ ખાણીપીણી માર્કેટ બની ઉભરાયુ હતુ. ગામમાં ગરબા કરીને નાસ્તા માટે બજારનો ચોક હવે ફેવરીટ ડેસ્ટીનેશન બની ગયુ છે. પકોડા, દાબેલી, વડાપાવ જેવા ફાસ્ટફુડથી લઈને હાંડવો અને ખીચુ જેવી દેશી આઈટમો અંહીયા આ વખતે ડીમાન્ડમાં રહી હતી.

Register your Business for free with MyDahegam
Comments
Post a Comment