દહેગામમાં જુના બજાર ચોક વિસ્તારમાં આવેલી જૈન સમાજની વાડીની બાજુમાં પુજાપાની દુકાન ધરાવતા રસિકભાઈની દુકાનમાં આજે રાતે આગ લાગી હતી. મોડી સાંજે અગરબતી કર્યા બાદ ચાલુ અગરબત્તી મુકીને જતા રહેતા આગ લાગી હોવાનુ અનુમાન ફાયર વિભાગ દ્વારા લગવવામાં આવી રહ્યુ છે. જોતજોતામાં આગે ભિષણ રુપ લેતા નીચેના ભાગે રહેલો પુજાપાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પુજાપાની દુકાન હોઈ કપુર સહીતની સામગ્રીના કારણે આગે વધુ જોર પકડ્યુ હતુ જેની દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ ઓલવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે નાની પાઈપ અને પુરતો ફોર્સ ન હોવાના કારણે ફાયર બ્રિગેડ પણ વામણુ પુરવાર થતુ જણાઈ આવતુ હતુ.
હાલમાં લાગેલી આ આગમાં નુકશાન અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી પરંતુ તેના વિશે આગ ઓલવાયા બાદ જ ખબર પડી શકશે.




Comments
Post a Comment