Infolinks in Text ads

Ads

રાજસ્થાનના ઉપચુનાવ માં લહેરાયો કોંગ્રેસનો પરચમ

Image result for Congress

રાજસ્થાનમાં ૯ મહીના પછી થનારા વિધાનસભાના ઈલેક્શન પહેલા કોંગ્રેસને મોટી સફળતા હાથ લાગી છે. રાજસ્થાનમાં આવેલી બે લોકસભાની સીટો અને એક વિધાનસભાની સીટ પર જે તે સંસદ સભ્ય અને ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી સીટો માટે ૨૯ જાન્યુઆરીએ ઈલેક્શન કરાવવામાં આવ્યા હતા.

આ ત્રણે સીટો અગાઉ ભાજપ હસ્તક હતી. જેને કોંગ્રેસ જીતી લીધી હતી. ઈલેક્શન બાદ કોંગ્રેસે તેને સરકારની વિરોધનો જનઆક્રોશ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મહંત ચાંદનાથના નિધન બાદ ખાલી પડેલી અલવરની સીટમાં તો કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ૧.૫ લાખ મતોથી સજ્જડ હાર આપી છે. બીજી તરફ અજમેર લોકસભા સીટ પર પણ કોંગ્રેસે પોતાનો પરચમ લહેરાવ્યો છે. ૨૦૧૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપે રાજસ્થાનની તમામે તમામ ૨૫ સીટો જીતીને રેકોર્ડ સર્જી દીધો હતો પરંતુ હવે ફરી એકવાર કોંગ્રેસ ૨ સીટો જીતી લેતા ભાજપના સંસદ સભ્યોની સંખ્યામાં ૨ નો ઘટાડો થયો છે.

Image result for vasundhra raje
ઈલેક્શન દરમિયાન ભાજપના પ્રચારની કમાન ખુદ મુખ્યમંત્રી વસુંધરા રાજે એ સંભાળી હતી જ્યારે કોંગ્રેસે સચિન પાયલટની કમાન હેઠળ ઈલેક્શનમાં ઝંપલાવ્યુ હતુ. કોંગ્રેસના આ જવલંત વિજય બાદ રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટનુ સ્થાન વધુ મજબુત બન્યુ છે અને તેમને આગામી વિધાનસભામાં પાર્ટી દ્વારા સુકાન સોંપાઈ શકે છે.

Image result for Sachin pailot

રાજસ્થાનમાં કોંગ્રેસ જીતતા જ કોંગ્રેસી નેતાઓ એ એકબીજાને અભિનંદન આપ્યા હતા જો કે ટ્વીટર અને અન્ય સોશિયલ મિડીયા પર લોકોએ કોંગ્રેસી નેતાઓને હવે ઈવીએમ નો વાંક નહિ કાઢો તેમ પુછી તેમની ઠેકડી ઉડાવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાર બાદ કોંગ્રેસ દ્વારા ઈવીએમ પર પણ શંકાની સોય તાકવામાં આવી હતી જે બદલ હવે ઈન્ટરનેટ પર લોકોએ કોંગ્રેસની ફીરકી લીધી હતી.

Comments