Infolinks in Text ads

Ads

બીજા તબક્કાના દબાણ હટાવ અભિયાન થી દહેગામમાં હડકંપ


છેલ્લા અનેક વર્ષોથી દહેગામના લગભગ દરેક રસ્તાઓ પર દબાણ વધી રહ્યુ હતુ.  બસ સ્ટેન્ડથી નહેરુ ચોકડીનો રોડ જરુરીયાત કરતા મોટો અને પહોળો હોવા છતા રોડની બંને તરફ કરવામાં આવેલા દબાણના પગલે રોડ સાંકળો હોવાનો આભાસ નગરજનો અનુભવી રહ્યા હતા. દુકાનદારો એ પોતાની દુકાનો તો આગળ લાવી જ, સાથે સાથે આ દુકાનો ને ભાડૂ આપી તેમની દુકાન આગળ પોત્તાની રોજી ચલાવવા માટે ઉભા રહેતા લારી ગલ્લા વાળાઓના કારણે આ પ્રશ્ન વધુ વિકટ બન્યો હતો. સમસ્યા એ વધુ ગંભીર સ્વરુપ ત્યારે લીધુ જ્યારે આ દબાણોના પરિણામે અક્સ્માત અને ટ્રાફીક જામ રોજીંદા બનવા લાગ્યા આ સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા પોલીસ ટીમને સાથે રાખી ગત અઠવાડીયામાં શરુ કરાયેલ દબાણ હટાવની કામગીરી તેના બીજા તબક્કામાં પ્રવેશી છે અને સતત ચાલુ રાખવામાં આવનાર છે. ગામના દબાણ બાદ તંત્ર દ્વારા નહેરુ ચોકડી વિસ્તારના દબાણ હટાવવા પગલા ભરાયા છે.


સામાન્ય રીતે હાથ ધરાતી આવી કામગીરીઓ દીવસ પસાર થતા પતી જતી હોય છે પરંતુ અંહી સતત કાર્યવાહી કરવા દ્વારા તંત્ર નવા દબાણ ઉભા ન થાય તે માટે પણ પ્રયત્નશીલ છે. અને આ કાર્યવાહી થી દબાણમાં દુકાન અને મિલકત ધરાવતા અનેક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર કાર્યવાહીમાં દબાણ હટાવતા પહેલા તંત્ર દ્વારા કોઈ જ નોટીસ ન અપાતા પણ વિવાદ સર્જાયો છે. સામાન્ય રીતે જેસીબી દ્વારા આવા દબાણ હટાવતા પહેલા જે તે દુકાનદારને નોટીસ અપાતી હોય છે પરંતુ આ કીસ્સા માં વગર નોટીસે કાર્યવાહી કરાતા તંત્ર દ્વારા ક્યાંક માનવતા વિહોણી રીતે સત્તાનો પ્રયોગ કરાયો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

નહેરુ ચોકડી બાદ આ દબાણ હટાવ અભિયાન સ્ટેશન રોડ વિસ્તારમાં તેમજ ગામમાં સરદાર શોપીંગ સેન્ટર, મ્યુનસીપલ હાઈસ્કુલ રોડ, નાંદોલ-ધારીસણા રોડ તરફ આગળ વધે તેવી સંભાવના જોવાઈ રહી છે જો કે આ બાબતે અધીકારીક રીતે કોઈ માહીતી મળી શકી નથી.


દહેગામના અનેક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો થયા છે રહેણાંક વિસ્તારોમાં પણ લોકો પોતાની સગવડતા અનુસાર સરકારી જમીનમાં દબાણ કરી લેતા હોય છે ત્યારે શુ તંત્ર રહેણાંક વિસ્તારના દબાણ હટાવવાની હીમંત દાખવી શકશે કે કેમ તે પણ અગત્યનો પ્રશ્ન છે.

હાલ તો તંત્રની આ પ્રક્રિયાના મિશ્ર પ્રતિઘાતો પડી રહ્યા છે ક્યાંક લોકો વગર નોટીસની આવી કાર્યવાહીને સત્તાનો દુરપયોગ ગણાવી રહ્યા છે તો ક્યાંક લોકો આ કાર્યવાહીથી ખુશ દેખાઈ રહ્યા છે. એક વાત નિશ્ચીત છે કે આનાથી લારી ગલ્લા વાળા સૌથી વધુ અસર પામશે નગરપાલિકા તેમના માટે કોઈ પગલા લેશે કે કેમ તે જોવુ રહ્યુ. ઉલ્લેખનીય છે કે તાલુકા સેવા સદનમાં પોતાની મિલકત ગુમાવનારાઓને હજુ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે.


તંત્રની આ કાર્યવાહી બદલ શુ છે તમારો પ્રતિભાવ જણાવો તમારો મત અંહી નીચે કમેન્ટ બોક્સમાં


Comments