Infolinks in Text ads

Ads

દહેગામના નાગરિકો માટે અનોખી તક



દહેગામના નાગરિકોને અનોખી તક સાંપડવા જઈ રહી છે અને એ છે પત્રકારીત્વમાં સહભાગી થવાની. પત્રકારીત્વ એ સમાજનો પડઘો છે. એમાં સમાજની ભાવના રણકતી રહેવી જોઈએ. અફવાઓથી દુર અને તટસ્થતા સાથે ના પત્રકારત્વની આજે તાતી આવશ્યકતા છે. ઘણી વખત એવુ થતુ હોય છે કે જે તે સમાચાર સંસ્થાના તંત્રીઓ અને પત્રકારો પોતાની સગવડતા અનુસાર જે તે પક્ષો સાથે મળી પોતાના વિચાર જનતા પર થોપી દેતા હોય છે જેમાં જે જનતા માટે પત્રકારીત્વ છે તે જનતાનો જ અવાજ દબાઈ જતો હોય છે.

 

આ પરિસ્થીતીને બદલવા માટે અને દહેગામ વિસ્તારની તમામ સકારાત્મક અને આપણા જીવનમાં પરિવર્તન લાવનારી ખબરોને લોકો સુધી પહોંચાડવાના એક માત્ર ઉદેશ્ય સાથે આગળ વધી રહેલી MyDahegam.com સાથે હવે સામાન્ય જનતા પણ જોડાઈ શકે છે.  આવશ્યકતા કે અત્યંત જરુરી ન હોય ત્યાં સુધી નેગેટીવ સમાચારોથી દુર રહીને સકારાત્મક બાબતોને લોકો સુધી પહોંચાડી એક હકારાત્મક વાતાવરણ ઉભુ કરવાના માયદહેગામ ના પ્રયાસોને સફળતા પણ મળી છે. ખુબ જ ટુંકાગાળામાં માય દહેગામ સાથે દહેગામના 3200 કરતા વધુ લોકો જોડાયા છે અને દિન પ્રતિદીન આ સંખ્યા વધી રહી છે ત્યારે આપ પણ આપના વિસ્તારમાં ઘટતી સારી-નરસી ઘટનાઓ અમારા સુધી પહોંચાડી આ પ્રવાસના સાથી બની શકો છો.

જુઓ કેવી રીતે જોડાઈ શકો

૧. આપ જે ખબર આપવા માંગો છો તેના વિશે થોડી માહીતી લખો તેના ફોટો અને અન્ય વિગતોને 8905660068 Mydahegam.com ના વોટ્સએપ નંબર પર શેર કરી દો.

૨. સાથે જ આપનુ નામ પણ લખો જેથી આર્ટીકલની સાથે આપનુ નામ પણ મુકી શકાય.
 
આ રીતે દહેગામના સામાન્ય વ્યક્તિને પણ પત્રકારીત્વમાં શામેલ કરવા દ્વારા અમે પત્રકારીત્વને ખરા અર્થમા જનતાનો અવાજ બનાવવા જઈ રહ્યા છીએ સાથે જ લોકોને પોતાના વિચારો વ્યકત કરવાની તક પણ મળશે. જે દહેગામનો આ પ્રકારનો પ્રથમ પ્રયાસ હશે.


વધુ માહીતી માટે આપ અમારા વોટ્સ અપ નંબર  8905660068 પર લખી શકો છો.

માય દહેગામની આ પહેલ વિશે જણાવો આપનો અભિપ્રાય. નીચે કમેન્ટ બોક્સમાં.

Comments