Infolinks in Text ads

Ads

તમિલનાડુની હોટલે ટોયલેટ કરવા પર ગ્રાહકને આપ્યુ GST સાથેનુ બિલ.


આપણે બહાર હોઈએ અને અચાનક લધુશંકા કરવા જવાનુ થાય તો આપણે પે એન્ડ યુઝ વાળા ટોયલેટ અથવા નજીકની હોટલના વોશરુમનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ હવે આવા ટોયલેટ પર પણ જીએસટી લગાવવાનો મામલો સામે આવ્યો છે. સામાન્ય રીતે આવા પે એન્ડ યુઝ ટોયલેટ માટે આપણે ૫ રુપિયા આપતા હોઈએ છીએ પરંતુ અંહી મામલો થોડો અલગ છે.


તમિલનાડુની એક હોટલે ટોયલેટ વાપરવા માટે ગ્રાહકને પ્રોપર બિલ પકડાવ્યુ હતુ અને તે પણ જીએસટી તેમજ પાર્સલ ચાર્જ સાથે બિલમાં ક્વોટીંટી ૧ લીટર પણ દર્શાવી હતી. ગ્રાહકે બિલ હાથમાં લેતા જીએસટીને તો એક તબક્કે નસીબ સમજી સ્વિકારી લીધુ પણ તેને પાર્સલ ચાર્જ વિશે કોઈ જવાબ મળ્યો નહોતો. બાદમાં ગ્રાહક દ્વારા આ બિલની વિગતો સોશિયલ મિડીયામાં મુકાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ઠેર ઠેર આ બિલની મજાક ઉડી રહી છે.

સોશિયલ મિડીયામાં લોકોએ આ ઘટનાની મજાક ઉડાવી હતી




Comments