ગુજરાતમાં આપણે સામાન્ય રીતે કારતક માસમાં નવ વર્ષની ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ ગુજરાત બહાર રાજસ્થાન મહારાષ્ટ્ર સહીત ઉત્તરભારતમાં આજના દિવસને નવવર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ આ ચૈત્ર નવરાત્રિમાં પણ દેવી ની આરાધના અને ઉપાસનાનુ મહાત્મય ગણાય છે.
દહેગામનુ પ્રાચીનતમ મંદિરોમાંનુ એક અને દહેગામના અનેક કુટુબો જેને કુળદેવી તરીકે પુજે છે તેવા ભુવનેશ્વરી દેવી માતાનુ મંદીર આવેલુ છે. દહેગામથી બહાર જઈને દેશ વિદેશમાં વસેલા દહેગામવાસીઓ પરિવારમાં કોઈપણ શુભપ્રસંગ હોય તો ભુવનેશ્વરી માતાના મંદીરે જવાનુ ચુકતા નથી. પછી એ લગ્નના છેડા છેડી છોડવાની વાત હોય કે બાબરી ઉતારવાના પ્રસંગ ની દરેક શુભકાર્ય માટે માતાજીના આશીર્વાદ લઈને જ કાર્ય પ્રારંભ કરવામાં આવે છે
આજે ચૈત્ર નવરાત્રી અને હીંદુ નવવર્ષનો પ્રારંભ હોવાથી ભુવનેશ્વરી માતાના મંદીરે આજે સવારથી જ ચહલ પહલ જોવા મળી રહી છે. ચૈત્ર નવરાત્રીના પ્રારંભ સાથે રવિવાર પણ હોવાથી લોકો વધુ સંખ્યામાં દર્શને પહોંચી રહ્યા છે. ગામની બહાર કુદરતી સાનિધ્યમાં આવેલુ આ મંદીર દર્શને આવાનાર ને એક અનોખો આનંદ આપી જાય છે.
જો આપ આજે દર્શાનાર્થે નથી જઈ શક્યા તો નિરાશ થવાની જરુર નથી આ રહ્યા ભુવનેશ્વરી દેવીના મંદિરની કેટલીક તાજેતરની તસ્વીરો.
MY DAHEGAM તરફથી આપ સહુને ચૈત્ર નવરાત્રિ તેમજ હીંદુ નવ વર્ષની શુભકામનાઓ.
આપની આસપાસ બની રહેલી ઘટનાઓની વિગતોને શેર કરો માય દહેગામના વોટ્સઅપ નંબર ૮૯૦૫૬૬૦૦૬૮ પર અને જોડાવો દહેગામની સૌપ્રથમ ફેસબુક ન્યુઝ ચેનલ સાથે.



Comments
Post a Comment