Infolinks in Text ads

Ads

આ રીતે માત્ર ૨ મીનીટમાં જ ચોરાય છે ફેસબુક યુઝરનો ડેટા



ફેસબુક ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મિડીયાના સમયગાળામાં શુ તમારો ડેટા સુરક્ષીત છે તો એકાક્ષરી  જવાબ છે ના. તાજેતરમાં જ બહાર આવેલા કેમ્બબ્રિજ એનાલિટીકાના ૫ કરોડ ફેસબુક યુઝરના ડેટાલીક મામલે અમેરીકા અને બ્રિટને ફેસબુક સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને સમન્સ પાઠવ્યા છે. ભારતમાં પણ રાજનૈતિક પાર્ટીઓ એ એકબીજા પર આ મામલે કાદવ ઉછાળવાનુ શરુ કરી દીધુ છે. ત્યારે હકીકત એ છે કે  ડેટાની સુરક્ષાના મામલે આપણે ભારતીયો અમેરીકા કે વેસ્ટર્ન કંટ્રીના કોઈપણ નાગરીકો કરતા વધુ કાચા પડીએ છીએ. ટર્મ એન્ડ કન્ડીશન ને વગર વાંચે એક્સેપ્ટ કરી લેતા આપણે અચકાતા નથી અને સરવાળે એનો લાભ માર્કેટીંગ કંપનીઓ ઉઠાવી જતી હોય છે.

કેમ્બ્રિજ એનાલિટીકાનો કેસ થોડો ગંભીર એટલા માટે છે કેમ કે જે તકનીક દ્વારા કેમ્બ્રિજ એનાલિટીકાએ કરોડો યુઝરનો ડેટા ભેગા કર્યો એ જ ટાઈપ અને મેથડથી આજે પણ અનેક કંપની અને ડેવલોપર ફેસબુક યુઝરનો ડેટા કલેક્ટ કરી રહી છે અંહી સવાલ ડેટા કલેક્શનનો નથી પણ સવાલ એ ડેટાના મીસયુઝનો છે. કેમ્બિજ એનાલિટીકાના કેસમાં તો ૫ કરોડ યુઝરનો આ ડેટા વહેંચી દેવાયા હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે.

હવે એ વાત પર નજર નાખીએ કે કેવી રીતે એક અજાણી વ્યક્તિ કે કંપની માનવ સહજ જીજ્ઞાસવૃતિનો લાભ ઉઠાવી માત્ર ૨ જ મીનીટમાં તમારી ડીટેઈલ્સ ચોરી લે છે આ ડીટેઈલ્સમાં તમારુ નામ, નંબર, લોકેશન, ઈમેઈલ, જેન્ડર, તમારી પસંદ ના પસંદ અને અમુક કેસમાં તો આવી એપ્લીકેશનો તમારા વતી પોસ્ટ કરવાના અધિકાર સુધ્ધા પ્રાપ્ત કરી લેતી હોય છે.

ફેસબુક ડેવલોપર્સને પોતાની એપને ફેસબુક પર પ્રમોટ કરવાની તક પુરી પાડે છે આમ કરવા દ્વારા ફેસબુકનો મુખ્ય ઉદ્દેશ ફેસબુક યુઝરને વધુ વૈવિધ્ય સભર ઈન્ટરેસ્ટીગ સાહીત્ય આપવાનો હોય છે ફન એલીમેન્ટ અને અન્ય બાબતોથી ભરપુર આવી એપ ખાસ કરીને યુવાનો માં વધુ લોકપ્રિય બનતી હોય છે અંહી એ ધ્યાન રાખવુ જરુરી છે કે આ એપ એ ફેસબુકની અંદર ક્રિએટ કરાતી એપ છે જેને તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નથી કરી શકતા પરંતુ ફેસબુકની અંદર જ યુઝ કરી શકો છો. આવી એપ વેબસાઈટ ટ્રાફીક વધારવામાં પણ મદદરુપ થતી હોય છે પરંતુ માર્કેટીંગ કંપનીઓ આ જ તકનીકનો લાભ ઉઠાવીને ડેટા કલેક્ટ કરી જતી હોય છે. નીચેની તસ્વીર જુઓ.

 દિવસભરમાં આવી કેટલી પોસ્ટ તમે જોતા હશો? ફ્રેન્ડલિસ્ટના કોઈ એક ફ્રેન્ડ દ્વારા આવી પોસ્ટ કરાયા બાદ અને તેને જોયા બાદ ફ્રેન્ડલીસ્ટમાંથી ઓછામાં ઓછા ૨૦-૨૫ ટકા મિત્રો તેનુ અનુકરણ કરવા પ્રેરાય છે. ઉપર દર્શાવેલી ઈમેજની જેમ પોતાની ઈમેજ પણ કઈ સેલીબ્રીટીને મળતી આવે છે તે જોવા લોકો એના ઉપર ક્લિક કરે છે ક્લિક કરતા જ સામે તમારી પાસેથી તમારી બેઝીક ઈન્ફોર્મેશન માંગવામાં આવે છે


ઉત્સાહમાં તમે વગર સમજે વિચારે એના પર ક્લિક કરો છો એક્સેપ્ટ કરો છો અને પછીની ૨ મીનીટમાં તમારુ નામ, નંબર, ઈમેઈલ, ઉમંર,કંપની, ફ્રેન્ડલીસ્ટ દરેક વિગતો ડેવલપરના ડેટા બેંકમાં જમા થઈ જાય છે.



 જેનો ઉપયોગ ડેવલપર ઈચ્છે તેરીતે કરી શકે છે એ તમને મેઈલ કરી શકે ફોન કોલ કરી શકે કે ઈમેઈલ માર્કેટીંગ પણ કરી શકે છે.

કેમ્બ્રિજ એનાલિટીકાના કેસમાં કહેવાય છે કે આવા ૫ કરોડ ડેટા તેમણે ક્વિઝ એપ ક્રિએટ કરીને મેળવ્યા અને તેનુ સાઈલોલોજીકલ એનાલીસીસ કરીને ચુંટણીમાં જે તે વિસ્તારમાં લોકોને કેવા ઉમેદવાર ગમશે એ પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરાઈ અને ઈલેક્શનને પ્રભાવિત કરાયા.

આમ માત્ર ૨ થી ૩ મિનીટમાં જ તમારી માહીતી તમારી નજર સામે ટ્રાંસફર થઈ જાય છે આનાથી બચવાનો એકમાત્ર રસ્તો તમારી આંખને ખુલ્લી રાખવાનો છે જ્યાં ત્યાં ક્લિક કરતા પહેલા તમે કઈ પરમિશન અને માહીતી આપી રહ્યા છો તે વાંચી લો અને પછી જ આગળ વધો બાકી સાઈબર સિક્યોરીટીના મામલે આપણે
હજુ ઘણા પાછળ છીએ તે હકીકત છે.

તા.ક : લેખક સોશિયલ મિડીયા માર્કેટીઁગના વ્યવસાય સાથે સઁકળાયેલા છે. 
આપને આ લેખ કેવો લાગ્યો મેસેજ કરો અને જણાવો આપનો અભિપ્રાય અમારા વોટસ અપ નઁબર ૮૯૦૫૬૬૦૦૬૮ પર. 

Comments