Infolinks in Text ads

Ads

દહેગામમાં રામનવમીની તડામાર તૈયારીઓ


મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો રવિવારે જન્મદિવસ છે. ભગવાન શ્રી રામના જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવવા દેશભરમાં તૈયારીઓ થઈ રહી છે ત્યારે દહેગામ પણ તેમાં પાછળ નથી. દહેગામ વિશ્વ હીંદુ પરિષદ, બજરંગ દળ સહીત અનેક સંગઠનો પાછલા કેટલાક અઠવાડીયાઓથી ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવા તૈયારીઓ કરી રહ્યા છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ રવિવારે દહેગામના રાજમાર્ગો પર ભગવાન શ્રી રામની શોભાયાત્રાને આપ નિહાળી શકશો. આ ઉપરાંત આ વખતે દહેગામની સૌ પ્રથમ ફેસબુક ન્યુઝ ચેનલ માય દહેગામ દ્વારા પણ આ શોભાયાત્રાને આપ લાઈવ પોતાના ફેસબુકમાં જોઈ શકશો અને સાથે જ રથયાત્રાની અપડેટ પણ મેળવી શકશો.


વિશ્વ હીંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યાત્રાની તૈયારીઓ પરીપુર્ણ કરી દેવાઈ છે રથયાત્રા જે જે સ્થળો એ થી પસાર થવાની છે તે માર્ગોને ભગવા ધ્વજ થી શણગારી ભગવાન રામના સ્વાગતની તૈયારીઓ કરાઈ છે સાથે જ રવિવારેા યાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં યુવાનો જોડાય તે હેતુથી શનીવારે બાઈક રેલીનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. રથયાત્રા જ્યાં જ્યાંથી પસાર થવાની છે ત્યાં ત્યાં પણ વિવિધ સંગઠનો દ્વારા રથયાત્રાના સ્વાગત માટે તૈયારી કરાઈ છે.

અલબત ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી તો થશે જ પરંતુ આ ઉજવણી સાર્થક ત્યારે જ બનશે જ્યારે આપણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ગુણોને આપણા જીવનમાં ઉતારવા પ્રયત્નો કરીશુ. માત્ર એક દીવસ શ્રી રામના નામની ઉજવણી કરી લેવા માત્રથી જ આપણે સાચા હીંદુ નથી બની જતા એના માટે રામના ગુણોને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો પણ આવશ્યક છે. અને જો તેમ કરીશુ તો જ આ ઉજવણી સાર્થક ગણાશે.

પ્રભુ શ્રી રામના જીવનગુણો આપણા સહુમાં ઉતરે એ જ અભ્યર્થના સહ આપ સહુને રામનવમીની હાર્દિક શુભકામનાઓ જય શ્રી રામ.




Comments