Infolinks in Text ads

Ads

વિધાનસભામાં બલરાજસિંહે આ વિષયો પર પુછ્યા સવાલ


ઈલેક્શન જીત્યા બાદ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ એક્શન મોડમાં દેખાયા હતા ચુંટણી જીત્યા બાદ સતત તેઓ દહેગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાતમુર્હતો અને ઉદ્ઘાટનોમાં હાજરી આપતા દેખાય છે. દહેગામમાં બલરાજસિંહ જેટલા એક્ટીવ છે એટલા જ એક્ટીવ તેઓ વિધાનસભામાં પણ દેખાઈ રહ્યા છે. ચાલુ વર્ષના વિધાનસભા સત્રમાં બલરાજ સિંહ દ્વારા મંત્રીશ્રીઓ પાસેથી પશુ આરોગ્ય મેળા અને સુક્ષ્મ તેમજ લઘુ ઉધોગોના સંદર્ભે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.

લેખિતમાં પુછવામાં આવે પશુ આરોગ્ય મેળા અંગેના સવાલમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહે ગાંધીનગર જીલ્લામાં કેટલા પશુ આરોગ્ય મેળા યોજવામાં આવ્યા અને તેમાં કેટલા પશુઓની સારવાર કરવામાં આવી અને કેટલા પશુઓનુ રસીકરણ કરવામા આવ્યુ તે અંગે સવાલ પુછ્યો હતો જેના જવાબમાં પશુપાલન મંત્રી આરસી ફળદુ એ જણાવ્યુ હતુ કે ગાંધીનગર જીલ્લામાં ૨ પશુ આરોગ્ય મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં જેમાં ૧૦૧૯  પશુઓની સારવાર કરવામાં આવી અને ૨,૮૫,૩૮૧ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ સિવાય બલરાજસિંહ દ્વારા ગાંધીનગર જીલ્લાના સુક્ષ્મ અને લઘુ ઉધોગોને સરકારા દ્વારા છેલ્લા બે વર્ષમાં પુરી પડાયેલી વ્યાજ સહાયની વિગતો માંગી હતી જેના જવાબમાં મંત્રી શ્રી સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે ચાર જીલ્લા વડોદરા રાજકોટ સુરત અને ગાંધીનગરમાં કુલ મળી ૧૨૦૧૦૧ એકમોની અરજી મળી હતી જેમાંથી ૮૧૬૭ એકમોને રુપિયા ૨૦૦૪૪ લાખની સહાય પુરી પાડવામાં આવી છે.

આમ બલરાજસિંહ વિધાનસભામાં પણ વિવિધ મુદ્દે પ્રશ્નો પુછી જાણકારી મેળવતા રહે છે અલબત દહેગામની જનતાને તેમના પાસેથી હજુ ઘણી અપેક્ષાઓ છે. દહેગામ નરોડા રોડ ફોર લેન કરવાથી લઈ દહેગામમાં ઈજનેરી કોલેજ અને એક સારી હોસ્પિટલના નિર્માણના તેમના વચનો વાસ્તવિક બની શકશે કે કેમ તે જોવુ રહ્યુ.

Comments