હકીકતે યુસીમાસ એ ગણીત શીખવવાનો એક નવો અધ્યાય છે જ્યાં ગણીતને પાંરપરીક રીત કરતા અલગ રીતે શીખવવામાં આવે છે જેનાથી બાળકનો સંપુર્ણ પણે માનસિક વિકાસ થાય છે ડાબુ અને જમણુ બંને મગજના ઉપયોગ કરવા દ્વારા આ બાળકો કોઈ કેલ્ક્યુલેટરની ઝડપે લાંબા દાખલા અને સંખ્યાઓના જવાબ મેળવી લેતા હોય છે. દહેગામમાં અશ્વમેઘ કોમ્પલેક્ષમાં યુસીમાસ ચલાવતા નેન્સી પટેલ જણાવે છે કે કોર્સમાં કુલ ૮ જેટલા વિવિધ સ્ટેજ હોય છે જેમાં ૮ થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકે છે. જે તેમને માત્ર જે તે ધોરણમાં જ નહી પરંતુ ૧૦માં ૧૨માં એકાઉન્ટ અને સ્ટેટ જેવા વિષયમાં પણ મદદરુપ નિવડે છે અન્ય બાળકો જ્યારે કેલ્ક્યુલેટરની મદદ વડે સરવાળા કરતા હોય છે ત્યારે યુસીમાસના બાળકો જવાબ સુદ્ધા લખી ચુક્યા હોય છે આમ આગામી ધોરણમાં પણ યુસીમાસ બાળકોને અન્ય બાળકો પર બઢત અપાવે છે.
ઉલ્લેખનીય છે કે ગણિત જેવા જટીલ વિષયને શીખવા માટે વૈદિકગણિત પણ આવી જ એક અલગ વ્યવસ્થા છે. યુસીમાસ એ માત્ર દહેગામમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની સંસ્થા ચલાવે છે. જેનો એક માત્ર ઉદ્દેશ બાળકોની બૌધ્ધીક ક્ષમતાનો વિકાસ કરવાનો છે. અલબત દહેગામમાં પણ આવી સંસ્થાનુ હોવુ એ આપણા સહુ માટે ગૌરવની વાત છે. આશા રાખીએ કે દહેગામના વધુને વધુ બાળકો આનો લાભ લઈ દહેગામના નામને રાષ્ટ્રીય સ્તરે રોશન કરશે.

Comments
Post a Comment