Infolinks in Text ads

Ads

દહેગામ: રીટર્ન ભરો અને મેળવો ૨૦૦ નુ પેટ્રોલ ફ્રી


ઇન્કમટેક્ષ રીટર્ન ને લઈને મોદી સરકારના સમયમાં નિયમોને વધુ ચુસ્ત બનાવાયા છે, આજ કારણ છે કે છેલ્લા ૩-૪ વર્ષોમાં દેશમાં રીટર્ન ભરનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અલબત રીટર્ન ભરાવાની સંખ્યાં માં વૃધ્ધીનુ એક બીજુ કારણ રીટર્નની જરુરીયાત પણ છે. દહેગામની એકાઉન્ટીંગ ફર્મ NI WORKSના પાર્ટનર જણાવે છે કે, નાણાકીય જરુરીયાતના સમયે તમે ભરેલા ઇન્કમટેક્ષ રીટર્ન તમને અન્ય કોઈપણ સાધન કરતા વધુ મદદ પુરી પાડે છે. લોન લેવા થી લઈ વિદેશ ભણવા કે કમાવા જવા સુધીની તકો માટે ઇન્કમટેક્ષ  રીટર્ન હોવુ ફરજીયાત છે.

દહેગામની આ કન્સલ્ટન્સી આપી રહી છે અનોખી ઓફર

દહેગામમાં જ્યારે સામાન્ય રીતે એકાઊન્ટીંગ કન્સલટન્સીઓ રિટર્ન ભરવા માટે ૧૦૦૦ થી ૨૦૦૦ વસુલતા હોય છે ત્યારે, આવી ઓફર આપવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા તેઓ જણાવે છે કે, આવી ઓફરથી જાહેરાતનો ઉદ્દેશ તો છે જ, સાથે જ ઇન્કમટેક્ષ રીટર્ન અંગે દહેગામમાં હજુ પણ જાગૃતિ લાવી શકાય તેમ છે. સાથે જ લોકોને નવા નિયમોથી જાણકારી આપવાની પણ જરુર છે. બદલાયેલા નિયમ અનુસાર, જો તમે ૩૧ જુલાઈ પછી ઇન્કમટેક્ષ રીટર્ન ભરો છો, તો તમને ₹૧૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે એમ છે.

પોતાની ફર્મ અંગે વધુમાં જણાવતા NI WORKSના પાર્ટનર  કહે છે કે, તેમની ફર્મ દહેગામ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં  પહેલાથી જ એકાઊન્ટીંગ, G.S.T ને લગતા કામ, ધંધાકીય લોન, ડિજિટલ સિગ્નેચર, ઉધૉગ આધાર કાર્ડ વગેરે સેવાઓ ને લગતા કાયમી ગ્રાહકો નો બેઝ ધરાવે છે. દહેગામમાં આ સેવા ની શરુઆત નો મુખ્ય ઉદ્દેશ, દહેગામમાં લોકોને સસ્તાદરે ઉચ્ચત્તર સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે. જેથી રીટર્ન જેવી બેઝીક બાબત દરેક સુધી પહોંચી શકે.

જણાવો  NI WORKSની આ પહેલ પર તમારા અભિપ્રાયો. 

આપ આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા વોટસએપ નંબર 8905660068 પર પણ લખી શકો છો અને જોડાઈ શકો છો દહેગામની એકમાત્ર ફેસબુક ચેનલ સાથે. 

Comments