Infolinks in Text ads

Ads

દહેગામની સૌ પ્રથમ વેબસાઈટને મળી રહ્યો છે હુંફાળો પ્રતિસાદ



આગામી ૮ નવેમ્બરથી દહેગામના તમામ બિઝનેસ અને વ્યવસાયોનુ ઓનલાઈન સરનામુ બનવા જઈ રહેલી માય દહેગામની પહેલને દહેગામ વાસીઓનો હુંફાળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. પ્રથમ ત્રણ દિવસમાં જ ૧૦૦ થી વધુ લોકોએ પોતાના વ્યવસાયને વેબસાઈટ પર રજીસ્ટર કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. રજીસ્ટર થનારા આ વ્યવસાય અને સર્વિસમાં એકાઉન્ટીંગ, ટીચીંગ, લોન, ગેરેજ અને એડવર્ટાઈઝીંગ સહિતની સર્વિસ શામેલ છે તો બીજી તરફ કરીયાણા, ફાર્મિંગ, બિયારણ, ઓટોમોટીવ,પાઈપ સહીતના અનેક વ્યવસાયો શામેલ છે.

મોલ મલ્ટીપ્લેક્ષ અને શો રુમ બાદ દહેગામમાં એક પછી એક ઝડપભેર આવી રહેલ પરિવર્તનોમાં આ એક નવુ પાનુ છે. સંપુર્ણપણે ફ્રી એવી આ વેબસાઈટમાં રજીસ્ટર કરવા અંગે જો તમે હજુ અવઢવમાં હો તો નીચેની કેટલીક બાબતો તમને નિશ્ચિતરુપે મદદરુપ થશે.

શા માટે રજીસ્ટ્રેશન કરાવવુ? 


છેલ્લા અમુક વર્ષોથી દેશમાં ઈન્ટરનેટ ક્ષેત્રે જાણે ક્રાંતિ આવી છે. ખાસ કરીને જીઓના ટેલીકોમ ક્ષેત્રમાં થયેલા આગમન બાદ ઈન્ટરનેટના ઉપભોક્તાઓમાં ધરખમ વધારો થયો છે. ભારતમાં છેલ્લા અમુક વર્ષોના ફેસબુક યુઝર અને ઈન્સ્ટાગ્રામ યુઝર પર નજર નાખતા એ ખબર પડે છે કે ઈન્ટરનેટ અને ઓનલાઈન એ ભવિષ્ય છે. વર્તમાન પેઢીનો ભાગ્યે જ કોઈ યુવાન એવો હશે જે ઓનલાઈન દુનિયાથી અજાણ્યો હશે. અને આગામી પેઢી સંપુર્ણપણે ડીજીટલ હશે જ એમાં શંકાને સ્થાન નથી.

ઓનલાઈન વિશ્વના અનેક ફાયદા છે. તમે સીધા જ તમારા ગ્રાહક સુધી પહોંચી શકો છો. તો બીજી તરફ ગ્રાહકોને આંગળીના ટેરવે અનેક પસંદગી મળી રહે છે અને ઘર આંગણે સર્વિસ પુરી પાડી શકાય છે. જરા કલ્પના કરો, કે દહેગામના કોઈ ગામડામાં બેઠેલો ખેડૂત જરુરી બિયારણ માટે ઘરે બેઠા બેઠા જ 25 દુકાનદારો પાસેથી તેના ભાવ મંગાવી ઘરે બેઠા જ તેની ડીલીવરી મંગાવી શકે તો કેવુ? અંહી ઓનલાઈન ઉપસ્થિત તમામ દુકાનદારો પાસે સમાન તક છે અને ખેડૂત પાસે ઓછી મહેનતે અનેક વિકલ્પો, જે સરવાળે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થાય છે. સાથે જ સમયની બચત પણ થાય છે.

આ જ ઉદાહરણ અન્ય તમામ બાબત માં પણ લાગુ પડે છે. રજીસ્ટર થયેલા રીક્ષા ચાલક, ગેરેજ મિકેનીક, પ્લમ્બર, ઈલેક્ટ્રીસીયન, સહીતની સર્વિસો અને વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, લોન એજન્ટ સહીતના પ્રોફેશનલો પાસે  વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ થવાની છે.

એટલે જ અંહી રજીસ્ટર ન હોવાનો અર્થ છે. આવનાર પરિવર્તનથી અછૂતા રહી પોતાના વ્યવસાયને પાછળ રાખવો. એટલે જો તમે તમારી જાતને અને તમારા વ્યવસાયને આવનાર પરિવર્તન માટે તૈયાર રાખવા ઈચ્છતા હો તો આજે જ નીચેની લીંક પર ક્લિક કરી તમારા વ્યવસાયને રજીસ્ટર કરી શકો છો જે બિલકુલ ફ્રી છે.

કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન
  1.  Register Your Business લીંક પર ક્લિક કરો એક ફોર્મ ખુલશે. 
  2. ફોર્મમાં પુછવામાં આવેલી વિગતો તમારી પસંદગીની ભાષામાં લખો.
  3. ફોર્મ સંપુર્ણપણે ભરાયા બાદ તેની વિગતો એકવાર તપાસી લો.
  4. જો બધી જ વિગતો બરાબર ભરાઈ ગઈ હોય તો સબમીટ પર ક્લિક કરી ફોર્મ સબમીટ કરી દો.


Comments