Infolinks in Text ads

Ads

હવે ગુજરાતીઓ ને ૪૮ કલાકમાં યુપી છોડવા ફરમાન: વકરતો પ્રાંતવાદ



પ્રાંતવાદનો દાવાનળ ગુજરાતમાં માડ ઠરી રહ્યો છે ત્યારે હવે આ આગ ઉત્તરપ્રદેશમાં વકરી રહી છે. ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીય પરપ્રંતિયો પર થયેલા હુમલાઓ બાદ હવે ઉત્તર ભારતમાં પણ ગુજરાતીઓ વિરુદ્ધનો માહોલ ઉભો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ઉત્તરભારતીયોના અધિકારો માટે લડતા આ સંગઠને હવે યુપીમાં ગુજરાતીઓને આગામી ૪૮ કલાકમાં યુપી છોડવા માટેની ધમકી આપી છે.

બનારસમાં આ સંગઠન દ્વારા લગાવાયેલા પોસ્ટરોમાં ગુજરાતી અને મરાઠીઓને યુપી છોડી જવા અથવા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વાપસ જાઓ ના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે.



બીજી તરફ ગુજરાતમાં પ્રશાસન સામાજીક કાર્યકરો અને ઠાકોર સેનાની અપીલ બાદ હવે વાતાવરણ પૂર્વવત થઈ રહ્યુ છે. આવા સમયે યુપી સરકાર પણ યોગ્ય કાર્યવાહી કરી પ્રાંતવાદના આ જુવાળને ફેલતો અટકાવે તે જરુરી છે. 

Comments