ઢૂંઢરમાં ૧૪ માસની બાળકી પર પર પ્રાંતિય યુવક દ્વારા બળાત્કારની ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઢૂંઢર બાદ વધુ એક પરપ્રાંતિય દ્વારા બળાત્કારની આવી જ એક ઘટના ગોમતીપુરમાં પણ બનવા પામી હતી પરિણામે ગુજરાતમાં પણ હવે મુંબઈની જેમ શિવસેના વાળી થવા પામી છે. લોકો ગુજરાતના શાંતિપૂર્ણ વાતાવરણમાં પરપ્રાંતિયોને અસામાજીક તત્વ સમજીને ધક્કે ચડાવી રહ્યા છે.
Register your Business Now
ખાસ કરીને હીંમતનગર ચિલોડા, ચાંદલોડીયા દહેગામ સહીતના ક્ષેત્રોમા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પરપ્રાંતિયોને સબક શીખવાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દહેગામ સહીતના ગુજરાતના નાના શહેરોમાં અનેક પરપ્રાંતિયો વસે છે. મજુરી અને ધંધારોજગાર દ્વારા રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.છેલ્લા અમુક દિવસોમાં પરપ્રાંતિય યુવાનો કામ કરતા હોય તેવા સ્થળો પર પણ દેખાવ અને હલ્લાબોલ કરવામાં આવ્યા બાદ હવે પરપ્રાંતિયોને ૧૮ તારીખ પહેલા ગુજરાત છોડી જવાની ચીમકી આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારની ગંભીરતાનો ખ્યાલ એ વાત પરથી આવી શકે છે કે છેલ્લા થોડા દિવસોથી યુપી બિહાર જતી ટ્રેનો હાઉસફુલ જઈ રહી છે.
પોલીસ દ્વારા પરપ્રાંતિયો રહેતા હોય તેવા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. અસામાજીક તત્ત્વો દ્વારા થયેલી બળાત્કારની ઘટના બેશક વખોડવા લાયક અને નિંદનીય છે જ અને આરોપીને તેની સજા મળવી જ જોઈએ પણ શુ ખરેખર પરપ્રાંતિયોને કાઢી મુકવાથી સમસ્યાનો હલ આવી જશે? ગુજરાતના અનેક સ્થળોએ પરપ્રાંતિયો ઓછી મજુરીમાં કાર્ય કરે છે તેમની ગેરહાજરીમાં નવા મજુરો રાખવા પરવડશે કે કેમ અને તેથી પણ વધુ ગુજરાતની જેમ જ યુપી બિહારમાં પણ ગુજરાતના અનેક યુવાનો મેનેજર અને તેથી ઉપરની પોસ્ટમાં જોબ કરી રહ્યા છે ત્યારે શક્ય છે કે ત્યાં રહેલા ગુજરાતી યુવાનો સંકટ વધે.
જરુરી છે કે પોલીસ કેસની ગંભીરતાને જોઈ અસરકારક પગલા લે અને સમાજપણ સંયમ કેળવે તે જરુરી છે. યાદ રહે કે ભારતીય સંવિધાન દરેક નાગરીકને ભારતના કોઈપણ વિસ્તારમાં રહેવા માટેનો અધિકાર આપે છે જેનુ ઉંલ્લંઘન ન થઈ શકે.
જણાવો આ ઘટના પરના આપના અભિપ્રાયો. આપ અમારા વોટસ એપ નંબર ૮૯૦૫૬૬૦૦૬૮ પર પણ આપના વિચારોને શેર કરી શકો છો.


Comments
Post a Comment