Infolinks in Text ads

Ads

તમે ગુજરાતમાંથી કાઢશો તો અમે દિલ્હીમાંથી કાઢીશુ. :પ્રાંતવાદ



હિંંમતનગર દહેગામ નરોડાથી ભડકેલો પરપ્રાંતિયો વિરુદ્ધનો દાવાનળ હવે ગુજરાતના ૯ જીલ્લાઓમાં પહોંચી ચુક્યો છે. પોલીસ અને સરકારના સુરક્ષાના પોકળ દાવાઓ વચ્ચે અનેક જીલ્લાઓમાં પરપ્રાંતિયો પર હુમલા કરાઈ રહ્યા છે. ત્યારે હવે યુપી બિહારના સંગઠનો પણ આ લડાઈમાં કુદી પડ્યા છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વીયાદવે તો ત્યાં સુધી કહ્યુ છે કે તમે બિહારીઓને ગુજરાતમાંથી કાઢશો તો અમે ગુજરાતીને(મોદીને) દિલ્હીમાંથી કાઢીશુ.

Click Here To Register Your Business

અત્યાર સુધીમાં અલગ અલગ સ્થળોથી ૨૦૦૦૦ કરતા વધુ પરપ્રાંતિયો વિદાય લઈ ચુક્યા છે. અને અન્ય અનેક હજુ પલાયન કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતીમાં તહેવારોના આગલા દિવસે સૌથી વધારે માઠી અસર ધંધા ઉધોગોને થવાની છે. સાથે જ ઉલ્લેખનીય છે કે યુપીમાં ૮૦ જેટલી લોકસભા સીટ આવેલી છે જેમાંથી ૭૨ જેટલી સીટ પર હાલ ભાજપા કબ્જો ધરાવે છે. તેવામાં ગુજરાતીઓ વિરુદ્ધ જુવાળ ઉભો થાય તો તેનુ સીધુ નુકશાન ભાજપને થઈ શકે તેમ છે. ભાજપના હીન્દુ મુસ્લીમ સમીકરણની સામે પ્રાંતવાદનુ આ સમીકરણ ભારે પડી શકે છે.

અલબત ગુજરાતના તમામ પક્ષોના નેતાઓ દ્વારા પરપ્રાંતિયોને પરત ફરવા માટે અને ભયભીત ન થવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અલબત આવી અપીલ કેટલી સાર્થક થાય છે એ તો સમય જ કહી શકશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે પ્રાંતવાદનુ આ ઝેર દેશ માટે તો બેશક હાનિકારક જ છે.

Comments